Gujarat NMMS Exam Notification 2022 | Hall Ticket, Result, Paper Solution

Gujarat NMMS Exam Notification 2022 | Hall Ticket, Result, Paper Solution

Contents hide

NMMS Exam Notification 2022 | (Exam program, Scholarship Amount and Payment Rules, Student Qualification, Income Limit, Examination fee, Fee Acceptance Center, Question Paper Template and Marks, Course, Qualifying Marks, પી.એચ. કેટેગરીનું વર્ગીકરણ | PH Classification of Categories, Test Structure, Required Certificates, Action to be taken by the school, How to apply online). NMMS Exam Information in Gujarati, NMMS પરીક્ષા સૂચના 2022 | (પરીક્ષા કાર્યક્રમ, શિષ્યવૃત્તિની રકમ અને ચુકવણીના નિયમો, વિદ્યાર્થીની લાયકાત, આવક મર્યાદા, પરીક્ષા ફી, ફી સ્વીકૃતિ કેન્દ્ર, પ્રશ્નપત્રનો નમૂનો અને ગુણ, અભ્યાસક્રમ, લાયકાતના ગુણ, પી.એચ. કેટેગરીનું વર્ગીકરણ, પરીક્ષા માળખું, જરૂરી પ્રમાણપત્રો, શાળા દ્વારા લેવાતી કાર્યવાહી, ઓનલાઈન કેવી રીતે અરજી કરવી)

Gujarat NMMS Exam Notification
Gujarat NMMS Exam Notification

NMMS Exam Information in Gujarati

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના MHRD, NEW DILHI તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે

આ પરીક્ષા માટેની અરજીઓ વેબસાઇટ www.sebexam.org પર 31/12/2021 થી 16/01/2022 સુધી ઑનલાઇન ભરવાની રહેશે.

પરીક્ષાનો કાર્યક્રમ (Exam program)

ક્રમવિગતતારીખ
1જાહેરનામું બહાર પાડ્યાની તારીખ૨૮/૧૨/૨૦૨૧
2www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો૩૧/૧૨/૨૦૧૧ થી ૧૫/૦૨/૨૦૨૨
3પરીક્ષા માટેની ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો૩૧/૧૨/૨૦૨૧ થી ૨૦/૦૧/ર૦રર
4શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારીની કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ૨૫/૦૧/ર૦રર
5તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરી દ્વારા આવેદનપત્રોની ચકાસણી કરી રા.પ.બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગઇન પર ઓનલાઇન એપ્રુવ કરવાની તથા આવેદનપત્રો DPEO કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ૨૮/૦૧/૨૦રર
6DPEO કચેરી દ્વારા તાલુકામાંથી આવેલ આવેદનપત્રોની હાર્ડકોપી રા.પ.બોર્ડમાં જમા કરાવવાની અંતિમ તારીખ૩૧/૦૧/૨૦૨૨
7પરીક્ષા તારીખસંભવિત ફેબ્રુઆરી માસ
NMMS Exam Notification

Official SEB NMMS Exam Notification

શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો (Scholarship Amount and Payment Rules)

  • પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ. 1000/ લેખે વાર્ષિક રૂ! ૧૨000/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે.
  • શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી MHRDની ગાઇડલાઇન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ National Scholarship Portal પર ફ્રેશ અને રીન્યુઅલ એપ્લિકેશન કરેથી તથા તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારીશ્રી દ્વારા National Scholarship Portal પર વેરીફાઇડ કરેથી ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય (એમ.એચ.આર.ડી), ન્યુ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે.
  • રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. શિષ્યવૃત્તિ સંબંધિત રાજય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહી.

વિદ્યાર્થીની લાયકાત (Student Qualification)

  • જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે.
  • ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય (એમ.એચ.આર.ડી), ન્યુ દિલ્હીના તા.રર/૧૨/૨૦૨૧ પત્રના મુદ્દા નં.૫ માં દર્શાવેલ જોગવાઇ મુજબ COVID-19 ની પરિસ્થિતીને કારણે જે વિધાર્થીઓ ધોરણ-૮ માં પ્રમોટ કરવામાં આવેલ છે તેઓ ખાસ કિસ્સામાં લઘુત્તમ માર્ક્સને ધ્યાને લીધા વગર NMMS પરીક્ષા-૨૦૨૧ માં ભાગ લઇ શકશે.
  • ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળUસેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.

આવક મર્યાદા (Income Limit)

એન.એમ.એમ.એસ.ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૧,૫૦,000/-થી વધારે ના હોવી જોઇએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે.

પરીક્ષા ફી (Examination fee)

  • જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂા.૭૦/- રહેશે.
  • પી.એચ.એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂા.૫૦/- રહેશે.
  • સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
  • કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.

ફી સ્વીકાર કેન્દ્ર (Fee Acceptance Center)

  • ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા “ATM CARD/NET BANKING થી પણ પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઇન ફી જમા કરાવવા માટે “Print Application/Challan” ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી. ત્યાર બાદ Online Payment” પર ક્લિક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પમાં \ Net Banking of fee” અથવા Other Payment Mode”ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી, ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.
  • ઓનલાઇન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ૨૪ કલાકમાં e-receipt જનરેટ ન થઇ હોય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલથી સંપર્ક કરવાનો રહેશે

પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ (Question Paper Template and Marks)

કસોટીનો પ્રકારપ્રશ્નોગુણસમય
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી૯૦૯૦૯૦ મિનીટ
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી૯૦૯૦૯૦ મિનીટ
NMMS Exam Notification

અભ્યાસક્રમ (Course)

  • MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સામાન્યતા (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેટર્ન પર્સેપ્શન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિગેરેનો સમાવેશ થશે.
  • SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નોમાં ધોરણ-૭ અને ધોરણ-૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.
  • ધોરણ-૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
  • ધોરણ-૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.

ક્વૉલિફાઇંગ ગુણ (Qualifying Marks)

  • જનરલ અને ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૪૦% ગુણ મેળવવાના રહેશે તથા એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૩૨% ગુણ મેળવવાના રહેશે.
  • ક્વૉલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર-કેટેગરીવાર નક્કી થયેલ ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે.

પી.એચ. કેટેગરીનું વર્ગીકરણ (PH Classification of Categories)

પી.એચ. કેટેગરીનું નીચે દર્શાવેલ અલગ અલગ સબકેટેગરીમાં વર્ગીકરણ રહેશે. (NMMS Exam Notification)

  • Blindness and Low Vision (BLV)
  • Deaf and hard of hearing (DH)
  • Locomotor disability including cerebral palsy, leprosy cured, dwarfism, acid attack victims and muscular dystrophy (LD).
  • Autism, intellectual disabilities, specific learning disability and mental illness (AID)
  • Multiple disabilities from amongst persons under clauses (a) to (d) including deaf-blindness in the posts identified for each disability (MD)

કસોટીનું માળખું (Test Structure)

  • પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્રઆપવામાં આવશે.
  • આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Choice Question-MCQ Based) રહેશે.
  • દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
  • આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી.
  • અંધ વિદ્યાર્થીઓને ૩૦ મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.

જરૂરી આધારો તે પ્રમાણપત્રો (Required Certificates)

ઓનલાઇન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચે મુજબના આધાર પ્રમાણપત્રો જોડવાના રહેશે (NMMS Exam Notification)

  • ફી ભર્યાનું ચલણ (માત્ર SEB કોપી)
  • આવકના દાખલાની પ્રમાણિત નકલ. (સરકાર દ્રારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે)
  • ધોરણ-૭ ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ. (સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર જોડવાનો રહેશે) (જો લાગુ પડતુ હોય તો)
  • વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતુ હોય તો)

શાળાએ કરવાની કાર્યવાહી (Action to be taken by the school)

  • વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે.
  • શાળાએ ભરાયેલા તમામ ઓનલાઇન આવેદનપત્રો ઉપર આચાર્યશ્રીના સહિ-સિક્કા કરી જરૂરી આધાર/પ્રમાણપત્રો સાથે તા-૨૫/૦૧/૨૦૨૨ સુધીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની/ શાસનાધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.

ઓનલાઇન અરજી કરવાની રીત (How to apply online)

આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. તા.૩૧/૧ર/૨૦૨૧ (બપોરે ૧૫.૦૦ કલાક) થી તા:૧૯/0૧/૨૦૨૨ (રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી) www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે. અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે. (NMMS Exam Notification)

  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • સૌ પ્રથમ www.sebexam.org પર જવું.
  • “Apply online” ઉપર click કરવું.
  • “National means cum merit Scholarship Scheme”- (STD-8)” Apply Now ક્લિક કરવું. Apply Now પર click કરવાથી Application Format દેખાશે. Application Format માં માગવામાં આવે તમામ માહિતી ભરવાની રહેશે.વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે. શાળાની વિગતો માટે શાળાનો DISE Number નાખવાનો રહેશે.
  • હવે save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં Application Number Generate થશે. જે સાચવીને રાખવાનો રહેશે.
  • વેબસાઇટ પર SC, ST, તેમજ PH કેટેગરીના ઉમેદવારોએ ફોર્મમાં જે જગ્યાએ પ્રમાણપત્ર નંબર, તારીખ અને આવકનો દાખલો તેમજ પ્રમાણપત્રની કોપી અપલોડ કરવી ફરજિયાત છે.
  • હવે પેજના ઉપરના ભાગમાં Upload photo-Signature પર click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો. અહીં Photo અને Signature upload કરવાના છે.
  • Photo અને signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (15 Kb) સાઇઝથી વધારે નહીં તે રીતે Computer માં હોવા જોઇએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલ JPG format માં તમારો Photo store થયેલ છે તે ફાઇલને Select કરો. અને Open બટનને ક્લિક કરો હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આજ રીતે Signature પણ upload કરવાની રહેશે.
  • હવે Confirm Application પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો. જો અહિ અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm કર્યા પહેલાં કોઇ પણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઇ ગયા બાદ અરજીમાં કોઇપણ જાતનો સુધારો કરી શકાશે નહી.
  • જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર Click કરવું.Confirm પર Click કરવાથી અરજીનો Online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે. હવે Print Application & Fee Challan પર Click કરવું. અહીં તમારો confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો.
  • અહિંથી તમારી અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવી.
  • ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ ગેટ વે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.

NMMS Exam Paper Solution

Question Paper 17/04/2022Download Now
Paper Solution 17/04/2022Download Now
NMMS Exam Paper Solution

Notification / NMMS Exam Margdarshika

Apply Now / NMMS Notification / NMMS Exam Margdarshika / Hall Ticket

Q&A

NMMS માટે કોણ પાત્ર છે? (Who is eligible for NMMS?)

તે માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) સરકારની કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે. ભારતના. પાત્રતા:- આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી અને તેણે ધોરણ VIIમાં 55% ગુણ (સામાન્ય શ્રેણી માટે) અથવા 50% ગુણ (અનામત શ્રેણી માટે, એટલે કે SC/ST/PH) મેળવ્યા હોવા જોઈએ.

NMMS પરીક્ષા કેટલા માર્ક્સ છે? (How many marks is NMMS exam? )

180 ગુણ, પરીક્ષામાં માનસિક ક્ષમતા કસોટી (MAT) અને સ્કોલેસ્ટિક એબિલિટી ટેસ્ટ (SAT) નામના બે પેપર છે. NMMS પ્રશ્નપત્રના કુલ 180 ગુણ છે. વિદ્યાર્થીઓએ NMMS પરીક્ષા 2020-21 પાસ કરવા માટે ઓછામાં ઓછા 40% ગુણ (SC/ST માટે 32%) મેળવવાના રહેશે.

NMMS ની સત્તાવાર વેબસાઇટ શું છે? (What is the official website of NMMS? )

NMMS પરીક્ષાનું પૂર્ણ સ્વરૂપ શું છે? (What is the full form of NMMS exam?)

NMMS શબ્દ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનો સંદર્ભ આપે છે. તે દર વર્ષે માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે.

વિદ્યાર્થી NMMS શિષ્યવૃત્તિ કેવી રીતે મેળવી શકે? (How can a student get NMMS scholarship? )

NMMS યોજના હેઠળ લાભ મેળવવા માટે, વિદ્યાર્થી ધોરણ 9 નો નિયમિત વિદ્યાર્થી હોવો જોઈએ. તેણે ધોરણ 8 ની પરીક્ષામાં ઓછામાં ઓછા 55% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ મેળવ્યા હોવા જોઈએ. વધુમાં, ધોરણ 11માં શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે, વિદ્યાર્થીઓએ ધોરણ 10માં ઓછામાં ઓછા 60% ગુણ મેળવ્યા હોવા જોઈએ. જો કે, ધોરણ 12માં શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે, વિદ્યાર્થીઓએ પ્રથમ પ્રયાસમાં ઓછામાં ઓછા 55% સાથે ધોરણ 11 પાસ કરવું આવશ્યક છે. ગુણ અથવા સમકક્ષ ગ્રેડ.

Other Post

SEB PSE SSE Exam Gujarat Notification

Hello friends! I am Nishant Parmar founder and owner of My School Clerk website. I am a professional teacher. This website provides school information as well as related circulars, all government topics and educational news. The information put here is not official. This information is only meant to inform and help people.

Sharing Is Caring:

Leave a Comment